ખેટવા બ્રિજ ઉપર આર્ટિકા ગાડીનું ટાયર રોડ વચ્ચે ફાટતાં ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી
ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ: ડીસા તાલુકાના ભીલડી ખેટવા ઇન્દિરા નગર બ્રિજ ઉપર આર્ટિકા ગાડીનું ટાયર ફાટતાં હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયું હતું અને ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક ની લાંબી લાઈનો લાગી હતી.
ખેટવા ઇન્દિરા નગર બ્રિજ પર સ્લેબ ખસી જતા સમારકામ ચાલી રહ્યું છે. એક માસ થવા આવ્યો છતાં ગોકળ ગતિએ કામ ચાલુ છે એક બાજુ ડાયવર્ઝન આપવમાં આવેલ હોવાથી એક હાઇવે ની સાઇડ બંધ હોવાથી વારંવાર એકસીડન્ટ અને ટ્રાફિક જોવા મળી રહી છે. એક માસથી ગોકળગતીએ કામ ચાલી રહ્યું હોવાથી વારંવાર એક્સિડન્ટ અને ટ્રાફિકની લાઈનો થઈ રહી છે. જયારે વહેલી સવારે બ્રિજ પર આર્ટિકા ગાડી નું ટાયર ફાટતાં ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગઈ હતી અને ગુરુ પૂર્ણિમા હોવાથી લોકો ત્રણ કલાક આવી ગરમીમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ક્રેન દ્વારા ગાડી હટાવી અને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો.
સત્વરે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા સમાર કામ પૂર્ણ કરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ છે