રાધનપુરનાં મહેસાણા હાઈવે પર મધરાત્રે એક અકસ્માત એક જ પરિવારનાં ચાર પૈકી બે લોકોના મોત

પાટણ
પાટણ

રાધનપુર શહેરનાં મહેસાણા હાઈવે પર મધરાત્રે એક અકસ્માત થયો હતો. ટેન્કર ચાલકે એક રીક્ષાને ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર એક જ પરિવારનાં ચાર પૈકી બે લોકોના મોત થયા છે. જયારે અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.

આ અંગેની વિગતો એવી છે કે, સમી નગરમાં મફતપુરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા મહેબુબખાન પાઘજીખાન બલોચ ઉ.વ.25ની દિકરી મુસ્કાનને પેટમાં દુખતું હોવાથી તેની સારવાર માટે તેને પોતાની રીક્ષામાં બેસાડીને રાધનપુર ખાતે મોડીરાત્રે નવેક વાગ્યાનાં સુમારે નિકળ્યા હતા. રીક્ષા ચાલક મહેબુબખાન તેમની દિકરી મુસ્કાનની સાથે મહેબલખાનનાં પિતા વાઘજી ખાન જોરાવરખાન બલોચ, બીબીબેન વાઘજીખાન રીક્ષામાં સાથે આવ્યા હતા.

રાત્રે રાધનપુર ખાતે મુસ્કાનનું સોનોગ્રાફી કરાવીને તેઓ રાત્રે બારેક વાગે રીક્ષામાં પરત સમી ખાતે આવવા નિકળ્યા હતા. ત્યારે રાધનપુર મહેસાણા હાઈવે પર પેટ્રોલ પંપ સામે એક ટેન્કરનાં ચાલકે પુરઝડપે આવતું હતું. આથી રીક્ષા ચાલકે ઓવરટેક કરવા જતાં તેમની રીક્ષાનાં આગળનો ભાગ ટેન્કર અથડાતાં રીક્ષા ખેંચાઈને ચોકડીઓમાં ગઈ હતી. આ બનાવ બનતાં કોઈએ 108 ને જાણ કરતાં રીક્ષામાં સવારે ચાલક મહેબુબખાન, તેમનાં માતા-પિતા અને દિકરી એમ ચારેય જણાને રાધનપુર રેફરલમાં અને બાદમાં તેઓને પાટણની ધારપુર સિવીલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન પિતા વાઘજીખાન અને માતા બીબીબેનનાં મોત નિપજયા હતાં.

જયારે મહેબુબાખાનને શરીરે ડાબા પગે તથા જમાણા પગે ફેકચર થયા હતા અને દિકરી મુસ્કાનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે મહેબુબખાનની ફરીયાદનાં આધારે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 171(1), 195(અ) અને 125 (બી) મુજબ ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.