IPL ,T20 ના ખેલાડી સૌરવ ચૌહાણએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તોની સાથે-સાથે વીઆઈપી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે આજે બપોરે અંબાજી મંદિરમાં IPL T20 ના ઓલ રાઉન્ડર ખેલાડી સૌરવ ચૌહાણ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ખાતે તેમને ગણપતિ મંદિર, અંબિકેશ્વર મહાદેવ, વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના તેમને દર્શન કર્યા હતા અને પૂજારી દ્વારા તેમને ચુંદડી પણ આપવામાં આવી હતી અને પાવડી પણ મુકવામાં આવી હતી.

મૂળ અમદાવાદના સૌરવ દિલીપસિંહ ચૌહાણ છેલ્લા ચાર વર્ષથી રણજીત ટ્રોફીમાં રમી રહ્યા છે,જેમાં તેમના સુંદર પ્રદર્શન થી 2024 IPL T20માં તેમનો સમાવેશ થયો હતો. સૌરવ ચૌહાણ આ વખતે આઇપીએલ T20 મા રોયલ ચેલેન્જર બેંગલોર વતી રમ્યા હતા.ડુપલેસીની કેપ્ટનશીપ મા અને વિરાટ કોહલી સાથે તેમને ક્રિકેટમાં સુંદર દેખાવ રહ્યો હતો. અંબાજી મંદિર ખાતે તેઓ અવારનવાર દર્શન કરવા આવે છે. અંબાજી મંદિરની ગાદીમાં તેમને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા અને રક્ષા કવચ પણ બંધાવ્યું હતું.અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવમાં ભગવાન શિવને જળ પણ અર્પણ કર્યું હતું.

હાલમાં જ ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતીને દેશનું નામ રોશન કર્યું છે: અંબાજી મંદિરમાં વિવિધ ક્રિકેટરો માતાજીના દર્શન કરવા આવે છે,ત્યારે આજે સૌરવ ચૌહાણ પણ માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. થોડાજ દિવસો અગાઉ ઇન્ડિયા ની ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે સમગ્ર દેશમાં જીતનો જશ્ન ગામેગામ સુધી જોવા મળ્યો હતો. મૂળ અમદાવાદ ખાતે રહેતા સૌરવ ચૌહાણ પણ માં અંબાના ભક્ત છે. તેમનો પરિવાર પણ અવાર નવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.