કાંકરેજના ઉણ ગામ નજીકથી એક બિન કાયદેસર યુરિયા ખાતર ભરેલું આઈસર ટ્રક ઝડપી પાડ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા LCB પોલીસે કાંકરેજના ઉણ ગામ નજીકથી એક બિન કાયદેસર યુરિયા ખાતર ભરેલું આઈસર ટ્રક ઝડપી પાડ્યું છે, જેમાં LCB પોલીસને બાતમી મળતા પોલીસે ઉણ પાંજરાપોળ પાસે વોચમાં હતા. તેં સમય દરમિયાન એક આઈસર ટ્રકને રોકાવી તપાસ કરતા ટ્રકમાં​​​​​​​થી બિનકાયદેસર યુરિયા ખાતર મળી આવ્યું હતું. જેથી પોલીસ કુલ 12 લાખ 49 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના અધિક્ષક અક્ષય રાજ મકવાણા​​​​​​​ના માર્ગદર્શન હેઠળ બિન કાયદેસર તેમજ અન્ય બિનઅધિકૃત ગુનાઓ શોધી કાઢવા સૂચના આધારિત પાલનપુર LCB સ્ટાફ દ્વારા કાંકરેજ તાલુકાના થરા વિસ્તાર માં પેટ્રોલિંગ હતા તેં દરમિયાન બાતમી આધારે ઊણ પાજરા પોલ સામે હાઇવે પર એક શંકાસ્પદ આઈસર ટ્રક આવતા તેને રોકાવી LCB એ GJ 12 BW 3181 તપાસ કરતા યુરિયા ખાતર કુલ નંગ 300 જેટલાં કટ્ટા મળી આવ્યા હતા જેની 5 લાખ 44 હજાર 249 રૂપિયા નો જથ્થો મળી આવ્યો હતો તેમજ આઈસર ડ્રાઈવર ભલાભાઈ પરાગભાઈ ચૌધરી રહે,લક્ષ્મીપુરા રાધનપુર વાળા પાસેથી યુરિયા ખાતર નાં કાગળો ન મળી આવતા જેથી LCB પોલીસ કુલ 12 લાખ 49 હજાર 249 નો મુદ્દામાલ કબ્જે કરી આગળ ની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.