ધાનેરામા વધું એક દૂધ મંડળીના પશુપાલકોએ અવાજ ઉઠાવ્યો : ગ્રાહકોને હિસાબ બાબતે મંત્રી હડધુત કરતો હોવાની રજુઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

દુધ મડળીમાં ગ્રાહકોને હિસાબ બાબતે મંત્રી હડધુત કરતો હોવાની રજુઆત કરાઈ: પશુપાલકોએ બનાસ ડેરીના ચેરમેન અને જીલ્લા રજીસ્ટારને લેખિત રજૂઆત કરી, વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા દુધ મંડળીના મંત્રીને ખસેડવા અને જાહેરમાં સાધારણ સભા ભરવા માંગ કરી.

ધાનેરા શહેરમાં આવેલ ધી ધાનેરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે દુધ ગ્રાહકોએ સવાલો ઉઠાવ્યા છે અને આ મંડળીમાં ચાલતી ગેરરીતિઓની તપાસ માટે જીલ્લા રજીસ્ટાર તેમજ બનાસડેરીના ચેરમેન ને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે દુધ મંડળીના મંત્રી ગ્રાહકોને જવાબો કે હિસાબો આપતા નથી

તેમજ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ પણ ચાલી રહ્યો છે. જેમાં ડેરીના મંત્રી દ્વારા પોતાના પરીવારના તમામ સભ્યોને સભાસદ બનાવી દેવાયા છે. જ્યારે રેગ્યુલર દુધ ભરાવતા લોકોને સભાસદ બનાવવામાં નથી આવી રહ્યા સાથે મંડળીને પોતાના પિતાની જાગીરી સમજી બેઠેલા મંત્રી સામે દુધ ગ્રાહકોનો રોષ ઉગ્ર બન્યો છે.વધુમાં મંત્રીના કારનામા એવા પણ છે કે મંડળી પરથી મકાઇ ભરડો તેમજ અન્ય પસુઓને ખાવા માટેના સામાનનું વેચાણ કરી મંત્રી બારોબાર પોતાના ખીસ્સામાં સેરવી લેતા હોવાની પણ ફરીયાદ ઉઠતા એક ગ્રાહકે આ બાબતે હિસાબની માંગણી કરતાં તે ગ્રાહકને ધુતકારીને મંડળીની બહાર કાઢી મુકવામાં આવતા આ મામલો ઊંચકાયો છે

અને અન્ય ગ્રાહકો પણ આ ગ્રાહકની સાથે મળીને મંત્રી તેમજ સંચાલક મંડળ સામે જીલ્લા રજીસ્ટાર તેમજ બનાસડેરીના ચેરમેનને લેખીતમાં રજુઆત કરી છે. હાલમાં ગેરરીતિ સામે દૂધ ગ્રાહકો લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.