ઊંઝા નગરપાલિકા ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા સજ્જ : ફોંગિંગ અને દવાનો છંટકાવ ઝુંબેશ હાથ ધરાયું

મહેસાણા
મહેસાણા

શહેરના વિવિધ વિસ્તારોમાં ફોંગિંગ અને દવાનો છંટકાવ ઝુંબેશ હાથ ધરાયું: ઊંઝા નગરપાલિકા દ્વારા મરછરોના ઉપદ્રવને અટકાવવા માટે અને નગરજનોને મચ્છરજન્ય રોગોમાંથી બચાવવા માટે ઊંઝા નગરપાલિકા દ્વારા સમગ્ર નગરમાં ફોંગિંગ તેમજ દવાનો છંટકાવની કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવવા માટે અને નગરજનોને મચ્છરજન્ય રોગોમાંથી બચાવવા માટે ઊંઝા નગરપાલિકા દ્વારા સમગ્ર નગરમાં ફોગિંગ તેમજ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ઠેર ઠેર ખાબોચિયા ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્ર વધતો હોય છે. જેને લઈને પાણીજન્ય રોગો ફેલાતા હોય છે.

આ ઉપરાંત મચ્છરોને કારણે પણ કેટલાક રોગોનો ફેલાવો થતો હોય છે. તો વળી હાલમાં ચાંદીપુરા વાયરસને લીધે ગુજરાતમાં ૧૫ વર્ષથી નાની વયના બાળકો જીવલેણ રોગનો શિકાર બની રહ્યા છે. ત્યારે ઊંઝા શહેરના નગરજનોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર નગરમાં ફોગિંગ ઝુંબેશ હાથ ધરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.