CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 દિવસીય સેમીકનેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યું હતુ. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે કોન્ફરન્સનું આયોજન યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાઈ. જેમાં સેમીકનેક્ટ કોન્ફરન્સમાં આજે કુલ 8 ટેકનિકલ સેશન રાખવામાં આવ્યા છે. ઇન્ડીયા સેમિકન્ડક્ટર મિશન આ કોન્ફરન્સના મુખ્ય પાર્ટનર છે. ગાંધીનગર ખાતે સેમીકનેક્ટ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેન્યું ફેકચરિંગ માટે નવી ટેકનોલોજી આધારિત કોન્ફરન્સનો વિદેશની ઇન્ડસ્ટ્રીને લોકલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનો આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે.

કેમિકલ, ગેસ, ગોલ્ડ, ડિફેન્સ, ઇલેક્ટ્રિક વ્હિકલ વગેરે ઇન્ડસ્ટ્રીમાં સેમિકન્ડક્ટર ડીવાઈસનો ઉપયોગ થાય છે ટાટા પાવર અને સીજી પાવર સહિત કંપનીના સહયોગથી કોન્ફરન્સનું આયોજન કરાયુ હતુ. યોજાયેલ આ કોન્ફરન્સમાં 3 પ્રતિષ્ઠિત કંપનીના ઉદ્યોગ સંચાલકો રણધીર ઠાકુર, અરૂણ મુરુગપ્પ અને ગુરુશરણસિંઘ ઉપસ્થિત રહ્યા. ત્યારે 3 કંપનીનું ગુજરાતમાં પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં રૂપિયા 1 લાખ કરોડ રોકાણ આવવાની શક્યતા છે. આ સાથે તેનાથી 45 હજર રોજગારીની તક ઊભી થવાની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.