કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર કાર ચાલક એ બે બાઈક ને ટકકર મારતાં અક્સ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના શિહોરી પાટણ હાઇવે રોડ ઉપર શિવાની પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલક એ બે બાઈક ને ટકકર મારતાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં શિહોરી રેફરલ્સ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા: કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા શિવાની પેટ્રોલ પંપ પાસે એક કાર પુર ઝડપે નિકળી હતી. જેમાં બે બાઈક ઉભા હતા ત્યારે જોરદાર ટક્કર મારતાં બન્ને બાઈક ચાલકો ને એકને માથા ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અને બીજા ને પગે ફ્રેકચર થતાં શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં હાજર ડોકટરે વધુ ઇજા હોવાથી પાટણ ખાતે રિફર કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં એક ઈજાગ્રસ્ત દેસાઈ યશકુમાર ધનાભાઈ ઉંમર વર્ષ ૨૨ રહે શિહોરી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અને બીજો બાઈક ચાલક ઠાકોર અલ્પેશજી સુરસંગજી ઠાકોર ઉંમર વર્ષ ૨૮ રહે. ચેખલા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળા ને પગે ફ્રેકચર થતાં વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા ત્યારે શિહોરી સરકારી હોસ્પિટલ માં આ અક્સ્માત ને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા. અને શિહોરી પોલીસ દ્વારા અકસ્માત સર્જી ને ફરાર થઈ ગયેલ કાર ચાલક ની શોધખોળ આદરી હતી ત્યારે હવે બેફામ દોડતી ઓવર સ્પીડ ગાડીઓ ના ચાલકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.