બાઈક અને મોબાઈલ ફોન મૂકીને યુવક-યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના જમડા પાસે નગરપાલિકાની ટીમ દ્વારા નહેરમાં શોધખોળ હાથ ધરાઇ: મોતની કેનાલ બની રહેલી થરાદની મુખ્ય કેનાલમાં વધુ એક યુવક અને યુવતીએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એક પછી એક કેનાલમાં પડીને અપમૃત્યુના બની રહેલા બનાવોને પગલે પંથકમાં ચિંતાની લાગણી પ્રસરી રહી છે.

થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મોતનો સિલસિલો યથાવત રહેતાં થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જમડા પુલિયા પાસે મોટરસાયકલ મોબાઈલ ફોન કિનારે જોવા મળ્યાં હતાં. આથી તેને મુકીને કોઇ અજાણ્યા યુવક અને યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકાએ થરાદના તરવૈયા અને ફાયર ટીમને જાણ કરતાં કેનાલ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. કેનાલમાં યુવક યુવતીએ સાથે ઝંપલાવ્યું હોવાની લોકોમાં ચર્ચા ઉઠવા પામી હતી.

કેનાલ ઉપસ્થિત લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, વહેલી સવારે કેનાલ પર મોટરસાયકલ શંકાસ્પદ પડેલું હોવાથી કોઈ કેનાલ પર મૂકી નહેરમાં ઝંપલાવ્યું હોવાની શંકાએ ફાયર ટીમને જાણ કરી હતી અને શોધખોળ હાથ ધરી હતી. કેનાલ પર પત્ર લખેલ પણ મળી આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.

નોંધનીય છેકે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઈ છે. ત્યારે આજરોજ મુખ્ય કેનાલમાં જમડા પુલ નજીક કેનાલ પર મોટરસાયકલ, મોબાઈલ, ચંપલ પડેલાં હોવાથી કેનાલમાં કોઈ ઝંપલાવ્યું હોવાની શંકાએ સ્થાનિક લોકોએ થરાદ નગરપાલિકાના તરવૈયા અને ફાયર ટીમને જાણ કરતાં ફાયર ટીમ તાત્કાલિક કેનાલ પર પહોંચી કેનાલમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરી હતી.આવા વધી રહેલા બનાવોને લઇને ચિંતાની લાગણી પ્રસરવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.