![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/પત્નીના-વિરહમાં-hed.jpg)
પત્નીના વિરહમાં : ડીસાના વાડી રોડ વિસ્તારમાં યુવકે ગળે ફાંસો ખાધો હોવાની ઘટના
ડીસાના વાડીરોડ વિસ્તારમાં યુવકે ગળે ફાંસો ખાધો હોવાની ઘટના બની, યુવકના સાસરિયાઓ તેની પત્નીને અન્ય જગ્યાએ પરણાવી દેતા યુવક ને લાગી આવ્યું અને આપઘાત કર્યો, આપઘાત પહેલા યુવકે વિડીયો વાયરલ કર્યો હતો, ડીસાના વાડીરોડ વિસ્તારમાં ગતરોજ બુધવારે ધીરજ રાજગોર નામના પરણિત યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
જેમાં પરણિત યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જોકે યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવી વાઇરલ કર્યો હતો. જેમાં તેને સાસરિયા પક્ષના લોકો સામે આક્ષેપ કરી જણાવ્યું હતું કે મારી પત્ની પિયર મળવા ગઈ હતી અને બાદ માં ત્યાંથી મારાં સાસરી પક્ષના લોકો એ તેને અન્ય જગ્યાએ પરણાવી દીધી હતી. જોકે આ બાબતે વાયરલ વિડીયોમાં યુવકે સાસરિયા પક્ષના કેટલાક લોકો સામે નામ જોગ આક્ષેપ?પણ કર્યો છે. જોકે હાલ તો આ મામલે ડીસા ઉત્તર પોલીસે મૃતક યુવકની લાસને પી.એમ અર્થે મોકલી આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.