![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/ડીસામાં-ટ્રાફીકના-નિયમોનું-hed.jpg)
ડીસામાં ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવા પોલીસની ગાંધીગીરી દક્ષિણ પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ અપાયા
ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ અંતર્ગત વાહન ચાલકોને ગુલાબનું ફૂલ તેમજ ટુ-વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
ડીસા શહેરમાં ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા વાહન ચાલકોને દંડકીય મેમા આપવાની જગ્યાએ ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું. શહેર દક્ષિણ પીઆઇ કે. બી. દેસાઈ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજી ફોર વ્હિલ વાહન ચાલકોને સીટ બેલ્ટ બાંધવા સહિત જરૂરી સૂચનાઓ અપાઇ હતી જ્યારે ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જેમાં રોંગ સાઈડે તેમજ ઓવર સ્પીડ વાહન ન ચલાવવું ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે વાહન પાર્કિંગ કરવું ઉપરાંત લાયસન્સ વગર બાળકોને વાહન ન ચલાવવા દેવા પણ જણાવાયું હતું.