ચીનના જીગોંગ શહેરના શોપિંગ મોલ ભીષણ આગ,16 લોકોના મોત; જુઓ વિડિયો 

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીનના દક્ષીણ પશ્ચિમ સ્થિત જીગોંગ શહેરનાં એક ‘શોપિંગ મોલ’માં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ભીષણ અગ્નિકાંડમાં ૧૬ લોકોનાં મોત થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. જો કે, આ અંગેની માહિતી ચીનની સરકારી મીડિયાએ આપી છે. સરકારી સમાચાર એજેન્સી શિન્હુઆ અનુસાર બુધવારની સાંજે 6 વાગ્યા બાદ ફાયર વિભાગ અને બચાવ દલને 14 માળના મોલમાં આગ લાગવાની સૂચના મળી જે બાદ બચાવકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 75 લોકોને સુરક્ષિત બહાર નીકાળ્યા હતા. જો કે, હજુ પણ બચાવમની કામગીરી ચાલુ છે.

https://x.com/i/status/1813573364503478767

જો કે, હજુ સુધી જાણવા નથી મળ્યું કે આગ કેવી રીતે લાગી અને ઘટના સમય મોલમાં કેટલા લોકો હતા. આ મોલમાં એક ‘ડીપાર્ટમેન્ટલ સ્ટોર’, કાર્યાલય, રેસ્ટોરાં અને એક થીયેટર છે. ઘટનાનાં કેટલાંક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે નીચલા ભાગની બારીઓમાંથી ધુવાળાનાં ઘોટે-ઘોટા દેખાઈ રહ્યા છે.

ડ્રોનની મદદથી આગ પર મેળવ્યો કાબુ

સ્થાનિક મીડિયા અનુસાર આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગની ભારે જહેમત બાદ પણ કાબુમાં આવી ન હતી. બાદમાં આ કામ ડ્રોનની મદદ લેવામાં આવી હતી. નેશનલ ફાયર ફાઈટર અને બચાવ પ્રશાસનના પ્રવક્તા લી.વાનફેંગે જણાવ્યું કે ચીનમાં આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે. આ વર્ષની શરૂઆતમાં 20 મે સુધી આગની ઘટનામાં 947 લોકોના મોત થયા છે, જે અગાઉ વર્ષનાં આ સમયની તુલનામાં 19% વધારે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.