ઊંઝા મામલતદાર કચેરીએ ઊંઝા સામાજીક સમરસતા મંચ દ્વારા શ્રીમદ્દ ભગવદ ગીતાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું

મહેસાણા
મહેસાણા

એપીએમસી ગેટ નં.૧ થી મામલતદાર કચેરી સુઘી રેલી નીકળી: આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ ગીતાનો સમાવેશની સાથે સરકારના આવા સમાજોપયોગી નિર્ણયની પ્રશંશનીય કામગીરીના ઉપલક્ષે શ્રીમદ્ ભાગવત ગીતાના સમર્થનમાં સામાજિક સમરસતા મંચ ગુજરાત પ્રાંત દ્રારા ઊંઝા એપીએમસી ગેટ નં.૧ થી રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી ઊંઝા મામલતદાર રેખાબેન રાવલને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈ કેટલાંક લોકો પોતાનાં અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધને કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભગવદ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો અને મૂલ્યો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી.

જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માટે માંગતાં મનુષ્યને સમાન રૂપે લાગુ પડે છે. શ્રીમદ ભાગવદ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈ પણ જાતના વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચ અનુરોધ કરે છે. આ કાર્યકમમાં ઊંઝાના સામાજિક અગ્રણીઓ , ધાર્મિક આગેવાનો રાજનૈતિક આગેવાનો રાષ્ટ્રિય સ્વયસેવક સંઘ અને તમામ વિવિદ્ય સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર શિક્ષણના અભ્યાસક્રમમાં ભાગવત ગીતા પાઠ દાખલ કરી વિધાર્થીઓને હિન્દુત્વ તરફ વાળવાનો પ્રયાસ કરી રહી છે. એટલે કે વિધાર્થીઓ ભાગવત ગીતાનો અભ્યાસ કરી વૈજ્ઞાનિક નહીં પરંતુ સંત મહંત બનાવવાનો એક અનોખો પ્રયાસ સરકારે હાથ ધર્યા છે. શું ? સરકાર દેશના નવયુવાનોને નોકરી આપવાને બદલે પુજારી બનાવશે ? જેવા અનેક સવાલો બુધ્ધિજીવીમાં ઉદ્દભવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.