સિધ્ધપુર ના પાર્લરને નિશાન બનાવનાર ત્રણ ઇસમોને ચોરીના મુદામાલ સાથે ગણતરી ના કલાકો માં સિધ્ધપુર પોલીસે દબોચ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ મુજબના કામે દેથળી રોડ પર આવેલ પાટીદાર-ગ્રીન કોમ્પ્લેક્ષમાં આવેલ ધ્રુવી પાર્લરનું શટર તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં એલ.ઈ.ડી.ટી.વી- તથા સેટપબોકસ તથા લાઇટનો ફોકસ તથા મસાલા,સાબુ, પાવડર, સીગારેટ, તથા રોકડ રકમની ચોરીના બનાવને તા. ૧૩/૦૭/૨૦૨૪ રાત્રીના ૨૩/૦૦ થી તા.૧૪/૦૭/૨૦૨૪ ના ક.૦૮/૦૦ દરમ્યાન અંજામ આપનાર ચોર ટોળકી ને ઝડપી લેવા ચક્રોગતિમાન કરતાં સિધ્ધપુર પો.સ્ટે.ના સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો સાથે બનાવ લગત વોચ- તપાસમાં રહી હ્યુમન સોર્સીસ સી.સી.ટી.વી. તથા ટેકનીકલ એનાલીંસીસની મદદથી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી હતી.

ખાનગી રાહે બાતમી મળી હતી કે દેથળી સર્કલ ખાતે જતાં મહાકાળી પાર્લર નજીકથી ત્રણ ઈસમો પૈકીબે ઇસમોના હાથમાં વિમલના થેલા તેમજ એક ઇસમના હાથમાં પ્લાસ્ટીકની ખાતર ભરવાની થેલી સાથે નિકળતા તેઓને ઉભા રખાવી પંચો ની રૂબરૂ તપાસ કરતાં કુલ કિં.રૂ.૨૫,૨૦૦ સાથે ત્રણેય આરોપીઓના કબ્જા માંથી એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૩ કી.રુ.૧૫૦૦૦ સાથે કુલ કી.રુ. ૪૦,૧૫૩ નો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઇસમો ઠાકોર રાકેશજી ચંદુજી રહે-ઠાકરાસણ તા-સિધ્ધપુર જી-પાટણ, ઠાકોર દિનેશજી સુરાજી રહે- ઠાકરાસણ તા-સિધ્ધપુર જી-પાટણ અને ઠાકોર કમલેશજી સુરાજી રહે-ઠાકરાસણ તા-સિધ્ધપુરજી-પાટણ ની અટકાયત કરી અન-ડીટેકટ ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આગળની ઘટીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.