દાંતા તાલુકા નવાવાસ પાસે બાઈક ચાલક ને સર્જાયો અકસ્માત, ડમ્પર ની અડફેટે આવતા બાઈક સવાર નુ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડમ્પર ની અડફેટે આવતા બાઈક સવાર નુ મોત, દાંતા તાલુકા નવાવાસ પાસે બાઈક ચાલક ને સર્જાયો અકસ્માત: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકો ના લીધે ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠલાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુક વાર અકસ્માતો સર્જાતા હોય છે. અમુખ વાર વાહન ના બ્રેક ફેલ થતા કે વાહન મા અન્ય ખરાબી હોવા ના લીધે પણ અમુખ અકસ્માતો સર્જાય છે. આજે દાંતા તાલુકા મા હાઈવે માર્ગ પર બાઈક ચાલક નો અકસ્માત સર્જાયો હતો.

દાંતા તાલુકા મા હાલ અનેકો અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે આજે ફરી દાંતા તાલુકા ના નવાવાસ ગામ પાસે હાઇવે માર્ગ પર એક બાઈક ચાલક નો અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક હાઇવે માર્ગ થી પસાર થતા એકાએક સ્વાન બાઈક વચ્ચે આવતા બાઈક સવાર સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા રોડ પર બાઈક ચાલક પડી જતાં એકાએક પાછળ થી આવતા ડમ્પરે બાઈક ચાલક ને કચડ્યો હતો. જે થી બાઈક સવાર નુ ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ અકસ્માત મા મોત થયેલા બાઈક ચાલક રાજસ્થાન નો હોવાનું જાણવા મળ્યું છે. હાઇવે માર્ગ પર અકસ્માત થતાં ધટના સ્થળે લોકો ના ટોળેટોળાં ઉમટ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.