રાધનપુર પાલિકાની બેદરકારી સામે લાલબાગ – શેરબાગ ના રહીશોમાં આક્રોશ

પાટણ
પાટણ

નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવે વિસ્તારમાં રહેતા પરિવાર ની માસુમ ને ઝેરી સાપ કરડતા મોતને ભેટી હોવાના આક્ષેપ ઉઠ્યાં, પાલિકા દ્વારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નહિ કરાઈ તો રહિશો હિઝરત સાથે ગાંધીચિધ્યા માર્ગે આંદોલનના મૂડમાં, પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે રાધનપુર શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ ને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તો શહેરીજનોની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ નિવડેલ પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ  ઉઠવા પામ્યો છે: રાધનપુર ના લાલબાગ વિસ્તારના લોકોએ નગરપાલિકા અને ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્ય સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતી હોય તેને લઈને લોકોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી છે.તો ગતરોજ આ વિસ્તારમાં અધોચર ના કારણે ઝેરી સાપ ના ડંખથી 7 વષૅની માસુમ નું મોત નિપજ્યું હોય વિસ્તાર ના લોકોએ લાલબાગ-શેરબાગ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધા બાબતે કામગીરી નહીં કરાઈ તો વિસ્તારના લોકોને હિજરત કરવાની સાથે ગાંધીજી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ત્યારે રાધનપુર નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં વસતા 500થી વધુ પરિવારોની વેદના સમજી પ્રાથમિક સુવિધા ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.શેરબાગ લાલબાગની સાફ સફાઈ, પાણી, ગટર, રખડતા ઢોર સહિત ની સમસ્યા દૂર કરાવવા ધારાસભ્ય અને સાંસદ દ્રારા પણ પાલિકા ને ટકોર કરાઈ તેવી આશા વિસ્તારમાં રહેતા રહીશો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.