પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પત્નીને ગેરકાયદેસર લગ્નના કેસમાં નિર્દોષ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બનાવટી નિકાહ કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ઈસ્લામાબાદ કોર્ટે શનિવારે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ઈમરાન ખાન એક વર્ષથી 3 અલગ-અલગ કેસમાં જેલમાં બંધ હતા. આ આદેશ બાદ તેમને મુક્ત થઈ શકે છે. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ગૌહર ખાને આ નિર્ણયને દેશની જીત ગણાવી છે.

ઈમરાન 350 દિવસથી રાવલપિંડીની અદિયાલા જેલમાં છે. ઈસ્લામાબાદની સ્થાનિક કોર્ટે 5 ઓગસ્ટ, 2023એ તોશાખાના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા હતા. આ પછી તેમને ઈસ્લામાબાદના જમાન પાર્ક સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ પછી તેમને વધુ 2 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ઇસ્લામમાં, સ્ત્રીએ ફરીથી લગ્ન કરી શકે તે પહેલાં છૂટાછેડા અથવા તેના પતિના મૃત્યુ પછી લગભગ ચાર મહિના (જેને ઇદ્દત સમયગાળા તરીકે ઓળખાય છે)  ઈમરાન ખાન અને બુશરા બીબીએ ઈસ્લામાબાદની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં તેમની સજાનો વિરોધ કર્યો હતો. આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (ADSJ) અફઝલ મજોકાએ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.