![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/પીએમ-મોદીએ-સોશિયલ-hed.jpg)
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રમ્પ પર હુમલાની પ્રતિક્રિયા આપી : ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ હુમલામાં માડ માડ બચ્યા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાંથી તેમને રજા પણ આપવામાં આવી છે. ટ્રમ્પ પર હુમલા બાદ દુનિયાભરના તમામ નેતાઓ તેમના ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી છે. આ સાથે તેમણે ટ્રમ્પના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ કરી X પર પોસ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘મારા મિત્ર, ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી હું ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. અમારા વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિવારજનો, ઘાયલો અને અમેરિકન લોકો સાથે છે.’