બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે 15 જુલાઈ સુધીમાં 61.74 ટકા વરસાદ થઈ ગયો હતો, આ વર્ષે માત્ર 21.22 ટકા જ વરસાદ પડયો

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 40 ટકા વરસાદની ઘટ, ખેડૂતોના વાવેતર કરેલા પાકમાં અસર થશે

એક તરફ અસહ્ય ઉકળાટ અને ગરમીને કારણે વાવેતર મૂરઝાઈ જવાનો ભય ઊભો થતાં ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે.

વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ વાવેતર કરી દીધું પરંતુ હવે મેઘરાજા મહેરબાન થાય તેના પર ખેડૂતો ની મીટ મંડાઇ: રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં એકાદ બે સેન્ટર ને બાદ કરતા હજુ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો નથી. પરિણામે અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ 48 ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. ચોમાસાની શરૂઆત જ નબળી થઈ છે. અને વરસાદ હાથતાળી આપી રહ્યો છે. જેના કારણે  હવામાન વિભાગની આગાહીઓ પણ આ વર્ષે ખોટી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે 15 જુલાઈ સુધીમાં મોસમનો 61.74 ટકા વરસાદ થઈ ગયો હતો. જ્યારે આ વર્ષે માત્ર 21.22 ટકા જ વરસાદ થયો છે ત્યારે મોટાભાગના તાલુકાઓમાં તો નામ પુરતો જ વરસાદ થયો છે ત્યારે ખરીફ વાવેતર કરી દેનાર ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

જુલાઈ મહિનો અડધો પુરો થવા આવ્યો છે. છતાંય બનાસકાંઠા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થવો નથી. આ વર્ષે ચોમાસું શરૂઆત થીજ નબળુ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં મોસમનો કુલ 21.22 ટકા જ વરસાદ થયો છે. જયારે ગયા વર્ષે આ સમય દરમિયાન જીલ્લામાં મોસમનો 61.74 ટકા વરસાદ થઈ ગયો ત્યારે જો આગામી દિવસોમાં ભારે વરસાદ નહી થાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ અમીરગઢ તાલુકામા 8.77 ટકા જ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ લાખણી માં 49.75 ટકા નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના એકાદ બે સેન્ટરોમાં ભારે વરસાદ બાદ અનિયમિત અનેછૂટા છવાયા વરસાદને કારણે મોટાભાગના તાલુકાઓ ના ગામડાઓ કોરાધાકોર રહ્યા છે અને નદી-નાળાં ખાલીખમ છે. જ્યારે જળારાયોમાં પણ વરસાદી પાણીની સામાન્ય આવક થઈ છે જો કે હજુ ચોમાસું બાકી છે અને અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદની આગાહી કરી છે ત્યારે મેધરાજા મહેરબાન થાય તો અત્યાર સુધીની ઘટ પુરાઈ શકે છે. પરંતુ પ્રથમ રાઉન્ડની જેમ જ ઓછો વરસાદ થશે તો મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. છૂટોછવાયો વરસાદ શરૂ થઈ જતાં ખેડૂતોએ કપાસ,મગફળી,મકાઈ,દિવેલા સહિતનું વાવેતર કરી દીધું છે. ત્યારે વરસાદ ખેંચાવા સાથે બાફ અને ઉકળાટમાં વધારો થતાં વાવેતર કરમાઈ જવાનો ભય પણ રહેલો છે. છેલ્લા એક અઠવાડિયાથી આકાશમાં વાદળો ગોરંભાઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને યેલો એલર્ટની આગાહીઓ કરવામાં આવી હોવા છતાંય નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જીલ્લા ના 14 પૈકી 11 તાલુકાઓમાં 20 ટકા કરતાં ઓછો વરસાદ થયો: આ વર્ષે ચોમાસા ના વહેલા આગમન ના એંધાણ વર્તાઇ રહ્યા હતા. પરંતુ ચોમાશુ મોડું શરૂ થયુ છે. બીજી તરફ વરસાદ ની કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન થતા અત્યાર સુધીમાં વરસાદ થયો તે અનિયમિત અને છૂટો છવાયો પડયો છે. જીલ્લા ના કેટલાક વિસ્તારોમાં એકાદ ભારે વરસાદનો રાઉન્ડ આવ્યો છે. પરંતુ એકલદોકલ વિસ્તારો બાદ કરતા મોટાભાગના તાલુકાઓમાં ખુબ ઓછો વરસાદ થયો છે. જેના કારણે જિલ્લાના 14 તાલુકા પૈકી 11 તાલુકામાં હજુ મોસમનો 20 ટકા વરસાદ પણ થયો નથી. પરિણામે લોકોમાં ચિંતા ઉભી થઈ છે.

ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડા ના કારણે શરૂઆતમાં જ નોંધપાત્ર વરસાદ થયો હતો: આ અંગે ડીસા હવામાન વિભાગના અધિકારી કેડી રબારી જણાવ્યું હતું કે ગત વર્ષે બિપરજોય વાવાઝોડાની અસરને લઈ જૂન મહિનાની 16.17 અને 18 તારીખ એમ ત્રણ દિવસમાં જ 220 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે ગત વર્ષે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં આગામી 17 જુલાઈ થી છુટા છવાયા સ્થળો પર ભારે થી અતિ ભારે વરસાદની આગાહી: બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વધુ એક વરસાદના રાઉન્ડ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઇ હવામાન વિભાગ દ્વારા આગામી 17 જુલાઈ થી છુટા છવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવા માં આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં  સાર્વત્રિક વરસાદ થાય છે કે નહીં.

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે અને આ વર્ષે નોંધાયેલો વરસાદ

ગત વર્ષે 2023 માં 15 જુલાઈ સુધી નોંધાયેલ વરસાદ

તાલુકા.          વરસાદ. મીમી.      ટકાવારી

અમીરગઢ           596 મીમી            73.21 ટકા

ભાભર.               221.                 42.16

દાંતા.                  660.                 75.15

દાંતીવાડા.           470.                  71.71

ડીસા.                441.                    64.00

દીયોદર.             336.                    59.96

કાંકરેજ              181.                   35.28

લાખણી.           325.                     53.93

પાલનપુર.          449.                      56.91

સુઈગામ.          353.                      62.25

થરાદ.             313.                       69.01

વડગામ.          466.                       59.80

વાવ.              268.                        51.56

 

આ વર્ષે 2024 માં 13 જુલાઈ સુધી નોંધાયેલો વરસાદ

તાલુકા.            વરસાદ મીમી. ટકાવારી

અમીરગઢ.         72.           8.77

ભાભર.            103.         19.54

દાંતા                396.         43.95

દાંતીવાડા.        147.          22.11

ડીસા.               87.          12.46

દીયોદર.           128.       22.78

ધાનેરા.               65.      10.66

કાંકરેજ.             58.      11.55

લાખણી.           299.     49.75

પાલનપુર.           140.    17.79

સુઈગામ.           100.    17.61

થરાદ.                  74.    16.41

વડગામ.             159.     20.23

વાવ.                    81.     15.67


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.