રાજસ્થાનના રણમાંથી મળી આવી વિલુપ્ત થયેલી 1.72 લાખ વર્ષ પહેલાની નદી, સંશોધનકારોએ હાથ ધર્યું ઓપરેશન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારત એક સમદ્ધ સાંસ્કૃતિક દેશ છે. અહીંનાં ખૂણે-ખૂણે ઘણી ઐતિહાસિક વારસાની સમૃદ્ધિ છે. આજે પણ અહીંની ભૂમિમાં ઘણા ઐતિહાસિક પુરાવા ધરતીમાં ધરબાયેલા છે. તાજેતરમાં સંશોધનકારોને રાજસ્થાનના થાર રણમાં બિકાનેર નજીક વિલુપ્ત નદીનાં મહત્વનાં પુરાવા મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નદી એક લાખ 72 હજાર વર્ષ પહેલાં વહેતી હતી અને તે સમયે આ વિસ્તારમાં રહેતા માનવોની વસ્તી માટે જીવનદોરીની જેમ કામ કરતી હતી.

માનવ વસ્તીના પુરાવા શોધવા લાગી ટીમ

આ સ્ટડીની તપાસ કવાટર્નરી સાયન્સ રિવ્યૂઝ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ થાર રણના નાલ ખોદકામ ક્ષેત્રમાં નદીઓનાં અસ્તિત્વ નો સંકેત મળ્યો છે. જર્મનીની મેક્સ પ્લૈંક ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન હિસ્ટ્રી, તામિલનાડુની અન્ના યુનિવર્સિટી અને કોલકાતાની IISER કોલકત્તા દ્વારા આ નદીના પૂરાવા શોધી કાઢવામાં આવ્યા છે. તેઓ કહે છે કે પથ્થર યુગમાં આ નદીને લીધે આ વિસ્તારમાં માનવની વસ્તી હશે.

હજારો વર્ષો પહેલા મોટી વસ્તીનું નદીના કાંઠેથી સ્થળાંતર થયું હોઈ શકે

સંશોધન દ્વારા મળેલા પુરાવા સૂચવે છે કે 1 લાખ 72 હજાર વર્ષ પહેલા બિકાનેર નજીક વહેતી નદીનું વહેણ વર્તમાન નદીથી 200 કિ.મી. દૂર હતું. સંશોધનકારોએ જણાવ્યું હતું કે ખૂબ પ્રાચીન નદીના પુરાવા થાર રણમાં હાલની નદીઓના મૂળ સૂચવે છે. ઉપરાંત, સુકાઈ ગયેલી ધગ્ગર-હકરા નદી વિશે પણ માહિતી મળે છે. તેઓએ જણાવ્યું હતું કે હજારો વર્ષો પહેલા મોટી વસ્તી નદીના કાંઠેથી સ્થળાંતર કર્યું હઈ શકે છે.

સંશોધનકારોએ તેમના લેખમાં નોંધ્યું છે કે થાર રણના રહેવાસીઓની લુપ્ત થતી નદીઓના મહત્વની અવગણના કરવામાં આવી છે. એક સંશોધનકારે કહ્યું કે ઐતિહાસિક સમયથી પહેલાથી થાર રણનો મહત્વપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. હવે અમે એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પાષાણ યુગમાં લોકો આ વિસ્તારમાં કેવી રીતે રહેતા હતા. સંશોધનકારોએ જણાવ્યું હતું કે ઉપગ્રહો દ્વારા મળેલા ફોટાથી થાર રણમાંથી પસાર થતી નદીઓના ગાઝ નેટવર્કની જાણકારી મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.