અમીરગઢના ચેખલા પાટિયા પાસે ટ્રેઈલર ચાલકને ઝોકું આવી જતા ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગયું

બનાસકાંઠા
બનાસકાંઠા

આબુરોડ-પાલનપુર હાઈવે પર અમીરગઢના ચેખલા પાટિયા પાસે વહેલી સવારે એક ટ્રેઈલર ચાલકને ઝોકું આવી જતા ટ્રેઈલર રોડના ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગયું હતું. જેથી અકસ્માત સર્જાયો હતો. તેમજ રોડ પર ટ્રાફિકજામ પણ થયો હતો. બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે એક ટ્રેઈલર ચાલાક આબુરોડ તરફથી પથ્થરનો વાઈટ પાઉડર ભરીને પાલનપુર જઈ રહ્યો હતો, તે સમય દરમિયાન અમીરગઢના ચેખલા ગામના પાટિયા પાસે ટ્રેઈલર ચાલકને ઝોકું આવી જતા સ્ટેરીંગ પરથી ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જે બાદ ટ્રેઈલર રોડના ડીવાઈડર સાથે અથડાયુ હતું. તેમજ ટ્રેઈલર રોડ વચ્ચે પલટી મારી ગયું હતું. ટ્રેઈલરમાં વાઈટ પાઉડરના કટ્ટા ભરેલા હતા જે રોડ પર વેરાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્દશ્યો જોવા મળ્યા હતા. બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો. જોકે, અકસ્માતમાં ટ્રેઈલર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.