રાજસ્થાનથી ગુજરાતના ગાંધીનગર પાસેના ઇન્દ્રોડા જતાં ડાલાના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 126 બોટલો ઝડપી લીધી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામ નજીકથી LCB એ બાતમી આધારે નાકાબંધી કરીને રાજસ્થાનથી ગુજરાતના ગાંધીનગર પાસેના ઇન્દ્રોડા જતાં ડાલાના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 126 બોટલો ઝડપી લીધી હતી. LCBએ 57 હજારના વિદેશી દારુ સાથે 5.57 લાખનો મુદ્દામાલ કબજે લઈને ઝડપાયેલા ચાલક સહિત ત્રણ સામે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાદર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનથી ઇડર તથી દેશોતર થઈને ગુજરાતના ગાંધીનગરના ઇન્દ્રોડા તરફ ડાલામાં કેરેટોની આડમાં ગુપ્ત ખાનામાં વિદેશી દારુ સંતાડીને લઇ જવાઈ રહ્યો છે. જેને લઈને LCB ઇડરથી દેશોતર રોડ પર ઉમેદગઢ પાસે વાહન ચેકિંગ હાથ શરુ કર્યું હતું.

દરમિયાન બાતમીવાળું સફેદ કલરનું CNG સુપર કેરી ડાલા નં RJ-58-GA-0076 આવતા રોકી તેમાં તપાસ હાથ ધરી હતી. ડાલામાં પ્લાસ્ટીકના 13 કેરેટ ગોઠવેલા હતા. જેની નીચે ગુપ્ત ખાનું બનાવ્યું હતું. આ ગુપ્તખાનું ખોલતા તેમાં વિદેશી દારૂની 126 બોટલો કિંમત રૂ 57,810 તથા મોબાઈલ ફોન 1 રૂ 5000, પ્લાસ્ટિકના કેરેટો 13 નંગ રૂ 650, ડાલું રૂ 5 લાખ મળી કૂલ રૂ 5,63,460નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે તપાસ અર્થે LCB કબજે લઈને ચાલક સહિત ત્રણ સામે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા શખ્સ
1.પર્વતસિંહ ચંદનસિંહ વગતસિંહ રાજપૂત (રહે.ગાવડાપાલ,ચોલફાળા ફળિયું,તા.જી.સલુંમ્બર,રાજસ્થાન)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.