![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/પાટણ-ચાણસ્મા-હાઇવે-01-hed.jpg)
પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ પર નવીન શાકમાર્કેટની સામે ટર્બો ની ટકકરે બાઇક સવાર ઘવાયો
પાટણ શહેરના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વાહનો હુંકારી પસાર થતા ચાલકો દ્વારા અવાર નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સજૅતા હોય છે અને આવા અકસ્માત ના બનાવો નો ભોગ અનેક નિર્દોષ માનવ જિંદગી ને ભોગવવો પડતો હોય છે.
ત્યારે પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પરના નવા શાકમાર્કેટ પાસેના માર્ગ પરથી પસાર થતાં ટર્બો ચાલકે મીઠી વાવડી ગામના રહીશ અને હોમગાર્ડમાં ફરજ બજાવતા મૌલિક કુમાર મહેશભાઈ સેનમાં ના બાઈક ને ટક્કર મારતા તેવો રોડ પર પટકાતા તેઓના માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તો અકસ્માત સર્જનાર ટર્બો ના ચાલકે પણ પોતાનું વાહન રોડ સાઈડ પાકૅ ઈજાગ્રસ્ત બનેલ મૌલિક સેનમા ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે આ અકસ્માતના બનાવની પોલીસ દફતરે ફરિયાદ નોધાઈ હોવાનું જાણી શકાયું નથી.