કોર્ટનો મોટો નિર્ણય, કહ્યું- લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો પુરુષ ‘પતિ’ નથી
કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપના કિસ્સામાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વિરુદ્ધ ક્રૂરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી. હાઈકોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 498A મહિલા પર તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા માટે સજાની જોગવાઈ કરે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ પરણિત ન હોવાથી તે પુરુષ ‘પતિ’ શબ્દના દાયરામાં નહીં આવે.
ચુકાદો આપતા, જસ્ટિસ એ બદરુદ્દીને 8મી જુલાઈના રોજના તેમના આદેશમાં જણાવ્યું હતું કે, “આ રીતે, લગ્ન એ એક ઘટક છે જે મહિલાના જીવનસાથીને તેના પતિના દરજ્જા સુધી પહોંચાડે છે. કાયદાની નજરમાં લગ્ન એટલે લગ્ન. આમ, કાયદેસર લગ્ન વિના, જો કોઈ પુરુષ સ્ત્રીનો જીવનસાથી બને છે, તો તે IPCની કલમ 498Aના હેતુ માટે ‘પતિ’ શબ્દના દાયરામાં રહેશે નહીં.”