અમદાવાદના એલિસબ્રિજ જીમખાના નજીક રૂપિયા 65 લાખની લૂંટ

ગુજરાત
ગુજરાત

શહેરમાં એક સનસનીખેજ લૂંટ ની ઘટના બની હતી જેમાં એલિસબ્રિજ જીમખાના નજીક આંગડિયા કર્મી પર ચલાવવાની ઘટના બની છે. APMC માર્કેટમાંથી રૂપિયા 65 લાખ લઈને સીજી રોડ ઈસ્કોન આર્કેટમાં આવી રહ્યા હતા. રિક્ષામાં આવી રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને, બાઈક પર આવેલા બે લૂંટારાઓએ એલિસબ્રિજ જીમખાના નજીક આંતરીને લૂંટ કરવામાં કરી હતી. લૂંટારાઓએ રિક્ષાને રોકીને, આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાંખ્યુ હતુ. લૂંટારાઓએ એર ફાયરિંગ કર્યુ બાદમાં માથામાં બંદૂક મારી હતી. બન્ને ઘાયલ કર્મચારીને svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની જાણ પોલીસને  થતાં જ પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા  છે. આ ઉપરાંત આરોપીને પકડી પાડવા  CCTV કેમેરાની મદદ લેવાઈ રહી છે. બીજી તરફ લૂંટની ઘટનામાં ધાયલ થયેલા બંને  આર. કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારીને svp હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.