કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા

ગુજરાત
ગુજરાત

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સલામ છે પોલીસને જે આ કાળા નશાના ગેરકાયદેસર કારોબારને ડામી દે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને સાંજના સમયે એક મોટુ પેકેટ દરિયામાંથી તરતું કાંઠે ચડી આવ્યુ હતું તેઓએ તેમના વાલીઓને વાત કરી હતી. તેમના વાલીઓને જાણ કરી હતી, આ સમગ્ર ઘટના ની બાતમી ના આધારે એસઓજી પોલીસ એ.એસ.આઇ ઇબ્રાહિમ બનવા, હેડકોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી અને કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર હતુ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન પેકેટની ચકાસણી કરતા પ્રથમ દૃષ્ટિએ આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ. ઓ જી પી.આઇ ગઢવી અને પી.એસ.આઇ બાટવાને જાણ કરી હતી.

પોલીસે રાત્રિ ના છારા ના દરિયા કાંઠે દોડી આવી આ શંકાસ્પદ ચરસના જથ્થાનો કબ્જો લઈ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આ તમામ પેકેટ તેની ખરાઈ કરવા માટે એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. બાદ એફ.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.