બનાસકાંઠા જિલ્લામાંથી સરકાર દ્વારા રદ કરેલી લાખો રૂપિયા ની ચલણી નોટ ઝડપાઈ
પાલનપુર એલસીબી પોલીસ દ્વારા વડગામ પો.સ્ટે.ની હદના મોરીયા (ધનાલી) ગામેથી સરકાર દ્રારા રદ કરેલ જુની ચલણી નોટો રૂ.૭૫,૦૪,૦૦૦/- (પંચોતર લાખ ચાર હજાર ) ના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા છે.
પાલનપુર એલ.સી.બી પીઆઇની સૂચનાથી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળતાં વડગામ ના મોરિયા ધનાલી ખાતેથી બ્રેજા કાર નં.GJ-38-BA-6023 રોકાવી તેની તલાશી લેતા તેમાંથી સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જુની ચલણી નોટો જેમાં રૂ.૫૦૦/- ના દરની નોટ નંગ-૧૧,૬૧૦ તથા રૂ.૧૦૦૦/- ના દરની નોટ નંગ-૧૬૯૯ મળી નંગ-૧૩,૩૦૯ તેની જુની કિમત રૂ.૭૫,૦૪,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ તથા બ્રેઝા કાર નં.GJ-38-BA-6023 મળી કુલ રૂ.૮૨,૦૯,૦૦૦/- નો મુદામાલ કબજે કરી અશરફભાઇ દાઉદભાઇ નસીરભાઇ મુમન (અરોડીયા) ઉવ.૪૫ રહે.મહમંદપુરા તા.દાંતા અને સાદીકભાઇ ઇદ્રિશભાઇ અબ્રાહીમભાઇ મુમન (માંકણોજીયા) ઉવ.૨૫ રહે.ખેરોજ તા.દાંતા વાળા ને ઝડપી લઈને ઉકત રદ થયેલ ચલણી નોટો આપનાર તથા નાસી જનાર સહીત કુલ ચાર ઇસમો સામે ની કલમ ૦૭ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Tags Banaskantha Deesa Dhanera Palanpur