ભારતમાં 5જી નેટવર્ક ઉભુ કરવા માટે થશે અધધ… સવા બે લાખ કરોડનો ખર્ચ, મુંબઈમાં 10 હજાર કરોડના ખર્ચનો અંદાજ

Business
Business

ભારતમાં 5જી નેટવર્ક ઊભું કરવાનો ખર્ચ ૧.૩ લાખ કરોડથી લઈને ૨.૩ લાખ કરોડ જેટલો થશે. ભારતમાં 5જી ટેકનોલોજીનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે અંદાજિત ખર્ચનો આ અહેવાલ રજૂ થયો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસે આ અંદાજિત ખર્ચનો દાવો કર્યો હતો.

5જી નેટવર્ક પહેલા જ સ્માર્ટફોનની થવા લાગી છે જાહેરાતો

ભારતમાં 5જી નેટવર્ક આવે તે પહેલાં 5જી ટેકનોલોજી સપોર્ટ કરે એવા સ્માર્ટફોન આવવાની જાહેરાતો થવા લાગી છે. એ દરમિયાન મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસના અહેવાલમાં દાવો થયો હતો કે ભારતમાં 5જી નેટવર્ક ખૂબ જ ખર્ચાળ હશે. ભારતમાં ઊભા થનારા 5જી નેટવર્ક પાછળ અંદાજે સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચાશે.

5જી નેટવર્ક માટે ત્રણ પ્રકારે કરવું પડશે રોકાણ

અહેવાલ પ્રમાણે પાટનગર દિલ્હીમાં જ ૮૭૦૦ કરોડ રૂપિયા ખર્ચાઈ જશે. એટલું જ નહીં, આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં 5જી નેટવર્કનું સેટઅપ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચને આંબી જશે. ટેલિકોમ રીપોર્ટમાં દાવો થયો હતો કે ભારતને આખા 5જી નેટવર્ક માટે ઓછામાં ઓછા ૧.૩ લાખ કરોડ અને વધુમાં વધુ ૨.૩ લાખ કરોડ ખર્ચાય એવી શક્યતા છે. લગભગ ૯૦૦૦ સાઈટ્સ બનાવવી પડશે અને તેની પાછળ જ ૧૮૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે. 5જી નેટવર્ક માટે ત્રણ પ્રકારનું રોકાણ કરવું પડશે,. સ્પેક્ટ્રમ, સાઈટ્સ અને ફાઈબર. આ ત્રણ રીતે રોકાણ કરવાનું હોવાથી સરવાળે ખર્ચ વધી જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.