દિવાળી પહેલા જ આ સેલર્સોને મળી ભેટ, ફ્લિપકાર્ટે 70 લોકોને બનાવી દીધા કરોડપતિ

Business
Business

ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટના માધ્યમથી માત્ર ત્રણ દિવસમાં 70 લોકો કરોડપતિ બન્યાં છે. એટલું જ નહીં 10 હજાર લોકો લાખપતિ પણ બન્યાં છે. કંપનીનું કહેવું છે કે, તેમાંથી મોટા ભાગના લોકો ટિયર ટુ શહેરોમાં રહે છે. ફ્લિપકાર્ટનું કહેવું છે કે આ વખતે કોરોનાકાળને કારણે લોકોને ઓનલાઈન શોપિંગને વધારી છે. જેનો લાભ ગ્રાહકોની સાથે જ સેલર્સને પણ મળી રહ્યો છે.

સેલમાં કમાણા પૈસા

એક રિપોર્ટ પ્રમાણે કંપનીએ ફેસ્ટિવ સિઝનની શરૂઆતની સાથે જ બિગ બિલિયન ડેઝ સેલનું આયોજન કર્યું હતું. કંપનીની સાથે જોડાયેલા ત્રણ લાખથી વધારે સેલર્સે તેમના માધ્યમથી સમગ્ર દેશમાં પોતાનો સામાન વેચ્યો હતો. ત્રણ લાખ ડિલર્સમાંથી આશરે 60 ટકા ટિયર ટુ શહેરો સાથે સંબંધ ધરાવે છે.

વધી રહ્યું છે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ

કોરોનાકાળના કારણે લોકોમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ઘણો વધી ગયો છે. આ જ કારણે સેલર્સનું બેઝ પણ આ વર્ષે 20 ટકાના વધારા સાથે આવ્યું છે. જેના કારણે હવે કંપની દેશના 3 હજાર પિનકોડ ઉપર સીધી ડિલીવરી કરવા લાગ્યાં છે.

આ વસ્તુના વેચાણમાં થયો વધારો

લોકોએ આ સેલ દરમયાન સૌથી વધારે ઘર માટે જરૂરી વસ્તુઓ અને પર્સનલ કેયર સાથે જોડાયેલા સામાનની સૌથી વધારે ખરીદી કરી છે. કંપનીએ જણાવ્યું છે કે, તેનો અડધો સેલ માત્ર ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાંથી થઈ છે. શરૂઆતના 72 કલાકોમાં કંપનીને ડિજિટલ પેમેન્ટના માધ્યમથી થયેલા ટ્રાન્જેક્શનમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. તહેવારની સીઝ શરૂ થતા ફ્લિપકાર્ટે કહ્યું હતું કે દેશમાં ગ્રાહકો દ્વારા 36 મિલિયનથી વધારે નવી એપ્લીકેશન ડાઉનલોડ કરવામાં આવી છે. તે અંકીત કરે છે કે નાના શહેરોમાં આ વર્ષે ઉત્સવ દરમયાન વેચાણમાં વધારે ભાગ લઈ રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.