પાલનપુરમાં 2 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી, દિવા તળે અંધારૂ : કલેક્ટર કચેરીમાં જ ભરાયુ વરસાદી પાણી
અરજદારો, કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા: પાલનપુરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે આજે વહેલી સવારથી વરસાદ શરૂ થતાં 2 ઇંચ વરસાદ થયો હતો. જોકે, સામાન્ય વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે પાણી ભરાવવાની સમસ્યા માથાના દુખાવા સમી પુરવાર થઇ રહી છે. એમાંય વળી જિલ્લા કલેકટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા દિવા તળે જ અંધારુ હોય તેવો ઘાટ ઘડાયો છે.
પાલનપુરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થતા 2 ઇંચ વરસાદ થયો હતો. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોકે, જિલ્લા મથક પાલનપુર સ્થિત જિલ્લા કલેકટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાયા હતા. કલેકટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાતા જિલ્લાભરમાંથી આવતા અરજદારો સહિત કર્મચારીઓ અને અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
ખુદ જિલ્લા કલેકટર જ્યાં બેસે છે. તે કલેકટર કચેરી સંકુલમાં જ વરસાદી પાણી ભરાતા અરજદારો સહિત કર્મચારીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવતા દિવા તળે જ અંધારું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.