30 લાખ સરકારી કર્મચારીઓને મળશે દિવાળીનું બોનસ, કેબિનેટે આપી મંજૂરી, દશેરા પહેલા જ જમા થઈ જશે

ગુજરાત
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. કેબિનેટના નિર્ણયની જાણકારી દેતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. તેણે જણાવ્યું કે, તુરંત પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

નાણામંત્રીએ કરી હતી આ યોજનાની જાહેરાત

આ પહેલા પાછલા સપ્તાહમાં નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે સરકાર કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જેના માધ્યમથી કર્મચારી એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઈ શકશે.

એલટીસી સ્કીમનો લાભ લઈ શકશે કેન્દ્રના કર્મચારીઓ

તમને જણાવી દઈએ કે કોવિડ 19ની અર્થવ્યવસ્થા ઉપર અસરને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પેશયલ એલટીસી સ્કીમની પણ જાહેરાત કરી છે. તેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. આ સ્કીમમાં એલટીએના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે, તેનો ઉપયોગ 31 માર્ચ 2021 પહેલા કરવાનો રહેશે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે સરકારે કેટલીક ગાઈડલાન્સ આપી છે જેનું પાલન કરવાનું રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.