ચોમાસા દરમિયાન અદ્ભુત નજારો : બનાસકાંઠા જિલ્લામાં આવેલી વિવિધ ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી
પાણીયારી આશ્રમ નજીક ધોધ જીવંત થયો જેથી અદભૂત નજારો સર્જાયો મોટી સંખ્યામાં પર્યટકોનો ધસારો: વિવિધ સ્થળો જેમ કે, વિશ્વેશ્વર, જેસોર અભયારણ્ય, બાલારામ, ધારમાતા,અંબાજીનું કોટેશ્વર, પાણીયારી, ગુરુનો ભાખરો, સેમ્બલપાણી, ત્રિશૂળિયો ઘાટ, સહિતની જગ્યા ઉપર ચોમાસા દરમિયાન અદ્ભુત નજારો
ચોમાસાની ઋતુમાં બનાસકાંઠા જિલ્લામાં ફેલાયેલી અરવલ્લીની ગિરિમાળાઓ પણ સોળે કળાએ ખીલી ઊઠે છે. અહીં આવેલી ગિરિમાળાઓ ચોમાસામાં જાણે સ્વર્ગ હોય તેવી અનુભૂતિ થાય છે. અહીં વહેતા ઝરણાઓનો સુંદર નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલા વિવિધ સ્થળો જેમ કે, વિશ્વેશ્વર, જેસોર અભયારણ્ય, બાલારામ, ધારમાતા,અંબાજીનું કોટેશ્વર, પાણીયારી, ગુરુનો ભાખરો, સેમ્બલપાણી, ત્રિશૂળિયો ઘાટ, સહિતની જગ્યા ઉપર ચોમાસા દરમિયાન અદ્ભુત નજારો સર્જાતો હોય છે.
ચોમાસાની ઋતુમાં અહીં આવેલા ઝરણાઓ એક્ટિવ થઈ જતા હોય છે. ઝરણાઓને જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં આવતા હોય છે. પાલનપુર અંબાજી હાઇવે પર આવેલ મુમનવાસથી માત્ર 5 કિલોમીટરના અંતરે પહાડની વચ્ચોવચ પાણીયારી આશ્રમ આવેલું છે. ઉલ્લેખનીય છે કે, અહીં ફરવા જવા માટે કોઈ પણ પ્રકારના સરકારી કે ખાનગી સાધનોની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. જો તમારે આ વિસ્તારોમાં ફરવા જવું હોય તો પોતાનું સાધન લઈને જઈ શકો છો. ઉલ્લેખનીય છે કે,અહીં ફરવા જવા માટે કોઈ પણ પ્રકારના સરકારી કે ખાનગી સાધનોની સુવિધા ઉપલબ્ધ હોતી નથી.જો તમારે આ વિસ્તારોમાં ફરવા જવું હોય તો પોતાનું સાધન લઈને જઈ શકો છો.