હેમંત સોરેન આજે સાંજે 5 વાગ્યે લેશે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ
JMM-કોંગ્રેસ-RJD ગઠબંધનના નવા નેતા હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે, તેઓ સાંજે 5 વાગ્યે શપથ લેશે. ચંપાઈ સોરેન મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ, ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ગુરુવારે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પ્રમુખ હેમંત સોરેનને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે હેમંત સોરેન 7 જુલાઈએ શપથ લેશે, પરંતુ હવે તેમણે આજે એટલે કે ગુરુવારે જ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે.
આ દરમિયાન શપથ ગ્રહણ સમારોહ રાંચીના મોરહાબાદી મેદાનમાં યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેન ફુલ બેન્ચ કેબિનેટ સાથે શપથ લેશે. તેમની સાથે 10 કે 11 મંત્રીઓ શપથ લઈ શકે છે. હાલમાં મંત્રીઓના નામ પર મંથન ચાલી રહ્યું છે.
Tags hemant hemant soren india Rakhewal