તંત્રએ પુલ ન બનાવી આપતા ITBP અને CRPF જવાનોએ કરી અજાયબી, એક જ દિવસમાં નદી પર તૈયાર કર્યો રોપ-વે
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના પામેડ ગામમાં ચિંતાવાગુ નદી પર પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન બીજાપુરમાં નક્સલી મોરચા પર તૈનાત ITBP અને CRPF જવાનોએ અજાયબી કરી બતાવી છે. તેઓએ ચોમાસા પહેલા ચિંતાવગુ નદી પર રોપ-વે તૈયાર કર્યો છે. વાસ્તવમાં ચોમાસા દરમિયાન વરસાદના કારણે ગ્રામજનોને દર વર્ષે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નદી પારના ગામો ચાર મહિના સુધી શહેરી વિસ્તારથી કપાયેલા રહે છે. આવી સ્થિતિમાં સૈનિકોએ ઈમરજન્સી સેવાઓ માટે રોપ-વે તૈયાર કર્યો..
#WATCH | Bijapur, Chhattisgarh: As the construction of a bridge is underway, security forces deployed in the region set up a ropeway on a river ensuring smooth commute for the people residing in the naxal-infested area. pic.twitter.com/xs30D5cBil
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 4, 2024
આ અંગે IG એ જણાવ્યું કે, “છત્તીસગઢનું છેલ્લું ગામ બીજાપુરનું પામેડ ગામ છે. તે હજુ પણ તેના જિલ્લા મુખ્યાલય અને બ્લોક હેડક્વાર્ટરથી સંપર્કથી વંચિત છે, તેથી સરકારે તેના પર પુલ બનાવવાનો નિર્ણય કર્યો છે. અમારા કેમ્પ પર જાન્યુઆરીમાં જ મોટી સંખ્યામાં માઓવાદીઓએ હુમલો કર્યો હતો આ સમસ્યાને જોતા પુલની સાથે રોપ-વે તૈયાર કરવામાં આવ્યો છે.