ભાભર તાલુકાની બરવાળા દૂધ ડેરીમા ગ્રાહકોને પગાર ન ચુકવાતા ખંભાતી તાળાં
ડેરીના મંત્રી સટ્ટો રમી ગયા હોવાથી દૂધના પગારનું ચુકવણું કરેલ નથી : ગ્રાહકોના આક્ષેપ સરહદી ભાભર તાલુકામાં લોકો મોટાભાગે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે. પશુપાલકો દૂધ વેચીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે ત્યારે ભાભર તાલુકાના મલીપુરા, ભીમબોરડી અને બરવાળા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બરવાળા ગામે આવેલ બનાસ ડેરીના મંત્રીએ છેલ્લા દોઢ બે માસથી દૂધનો પગાર ત્રણ ગામોના ગ્રાહકોનો ચુકવવામાં આવેલ નથી.જેથી દુધના પગાર પર નિર્ભર લોકોની હાલત કફોડી બની ગયેલ છે.
ડેરીમાં તપાસ માટે ઓડીટ આવેલ. જેમાં મંત્રીનું સમગ્ર સટ્ટા કૌભાંડ બહાર આવતા ડેરીને તાળાં મારવામા આવેલ હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું.વધુમા જણાવ્યું હતું કે ડેરીને તાળાં મારતાં લોકોને આજુબાજુમા આવેલ બે થી ત્રણ કીલો મીટર દૂર ડેરીઓમાં દૂધ ભરાવા માટે જવું પડે છે. આ બાબતે મંત્રી કરસનભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમનો મોબાઈલ સ્વીચ ઓફ હોવાનું જણાઇ આવેલ. બનાસ ડેરીના સુપરવાઈઝર સહિત ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને ગ્રાહકોને પગારના નાણાં ચૂકવવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.
Tags Banaskantha Dhanera diyodar tharad