![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/naizeria.png)
નાઈજીરિયાનાં બોર્નોમાં મોટો બોમ્બ વિસ્ફોટ, 18 લોકોના મોત; 48 ઘાયલ
નાઈજીરીયાના ઉત્તરપૂર્વીય બોર્નો રાજ્યમાં બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને 48 લોકો ઘાયલ થયા છે. પહેલો વિસ્ફોટ શનિવારે બપોરે લગભગ 3 વાગ્યે એક લગ્ન સમારંભમાં થયો હતો. ત્યારબાદ, બીજો બ્લાસ્ટ જનરલ હોસ્પિટલ ગ્વોઝામાં થયો હતો અને ત્રીજો બ્લાસ્ટ અંતિમ સંસ્કાર વખતે થયો હતો.
બોર્નો સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (SEMA) ના મહાનિર્દેશક, બાર્કિન્દો મુહમ્મદ સૈદુએ ગ્વોઝા ટાઉનમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, CNNએ અહેવાલ આપ્યો હતો. બોર્નો સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી-સેમા અનુસાર, મૃતકોમાં પુરૂષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, એમ અહેવાલમાં જણાવાયું છે. ઘટના અંગે વધુ વિગતો આપવામાં આવી નથી.