અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ, ભારે સુરક્ષા વચ્ચે રહેશે શ્રદ્ધાળુ

Other
Other

અમરનાથ યાત્રાની પ્રથમ બેચ શુક્રવારે (28 જૂન) કાશ્મીર ઘાટીમાં પહોંચ્યો હતો. આ બેચ ગઈ કાલે કડક દેખરેખ અને સુરક્ષા હેઠળ કાશ્મીર ખીણમાં પહોંચી હતી. કાઝીગુંડ વિસ્તારમાં નવયુગ ટનલ ખાતે પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે 52 દિવસ સુધી ચાલનારી આ યાત્રા ટુ-ટ્રેકથી શરૂ થશે. આ અમરનાથ યાત્રા કાશ્મીર ઘાટીના નુવાન-પહલગામ રૂટ પરથી પસાર થશે. આ યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી ચાલશે. આજે પ્રથમ બેચ અમરનાથ ગુફાની યાત્રા માટે રવાના થઈ છે. બાબા બર્ફાની 3,880 મીટર ઉંચી અમરનાથ ગુફામાં જોવા મળશે.

તમામ ભક્તો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદ સાથે બાબા બર્ફાનીના દર્શન કરશે. શુક્રવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રથમ બેચે ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ કેમ્પથી તેની યાત્રા શરૂ કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓને સલામત યાત્રાની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે બાબા અમરનાથ દરેકના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લાવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.