LAC પર અમેરિકી રક્ષામંત્રીએ ચીનને લઈ કર્યો મોટો ખુલાસો, પાડોશી દેશોને આડકતરો ઈશારો.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ચીનની આકરી ટીકા કરી છે. અમેરિકાના રક્ષામંત્રી એ કહ્યું છે કે, ભારત દરરોજ હિમાલયી ક્ષેત્રમાં ચીનના આક્રમક વ્યવહારનો સામનો કરી રહ્યું છે. ચીન ભારતપર સૈન્ય દબાણ સર્જી રહ્યું છે. અમેરિકાના રક્ષામંત્રીનું આ નિવેદન બરાબર એ સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક એસ્પરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ દરરોજ ચીની આક્રમકતાનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર. આ વિસ્તારના અન્ય દેશો કહી રહ્યાં છે તેવું જ ભારત સાથે થઈ રહ્યું છે. આ ક્ષેત્રના બધા જ દેશો ચીનની હરકતોથી વાકેફ છે. કેટલીક જગ્યાએ આ હરકતો ખુલેઆમ થઈ રહી છે તો કેટલીક જગ્યાએ તે અસ્પષ્ટ છે. ચીન રાજનૈતિક, કૂટનૈતિક અને ભારત જેવા કેટલાક મુદ્દે સૈન્ય દબાણ ઉભુ કરી રહ્યું છે જેથી કરીને ભારત ઝુકી જાય. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો આગામી સપ્તાહે ભારત આવી રહ્યાની પુષ્ટિ કરતા માઈક એસ્પરે કહ્યું હતું કે, ભારત સાથે 2+2 વાતચીત થશે. હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં આ સદીમાં નિશ્ચિત રૂપે ભારત અમેરિકાનું સૌથી મહત્વનું ભાગીદાર છે. અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, ખુબ જ સક્ષમ દ્દેશ છે, ભારતના લોકો ખુબ જ પ્રતિભાશાળી છે. માટે આ ક્ષેત્રના અન્ય દેશોની માફક જ ભારત સાથે વાતચીત કરી. મેં મોંગોલિયા, ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને પલાઉની મુલાકાત લીધી. આ તમામ દેશોનું કહેવું છે કે, ચીન જે કંઈ કરી રહ્યું છે તેને તેઓ ઓળખી જશે. દિલ્હીમાં ગય સપ્તાહે થયેલા ફાઈવ આઈ ફોરમ વિષે જણાવતા એસ્પરે કહ્યું હતું કે, તેમાં ઈન્ડો-પેસિફિકના પડકારો, આંતરીક સહયોગ, સંપ્રભુતાને મળતા પડકારો, આંતરરાષ્ટ્રીય નિયમોની વ્યવસ્થા અને નૈવિગેશનની આઝાદી પર ચર્ચા કરવામાં આવી હતી. તેનાથી વધારે નજીકનો સહયોગ વધ્યો છે અને આગામી સપ્તાહે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં પણ તેની સ્પષ્ટ ઝલક દેખાઈ આવશે. ભારતીય નૌકાદળની જાણકારી આપવાની સમજુતિને લઈને એસ્પરે કહ્યું હતું કે, ભારત સાથે અનેક મુદ્દે ચર્ચા થઈ રહી છે પણ આ મામલે યોગ્ય સમયે જ જાણકારી આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.