INDW vs AUSW : ભારતની હાર, ઓસ્ટ્રેલિયા બન્યુ ટી-૨૦ વિશ્વ વિજેતા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આઈસીસી મહિલા ટી ૨૦ ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ મેચમાં ચાર વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ૮૫ રને હરાવીને પાંચમી વખત રેકોર્ડ ટી -૨૦ વર્લ્ડ કપનો ખિતાબ મેળવ્યો હતો. ભારત તરફથી દિપ્તી શર્માએ ૩૩ રન બનાવ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મેગન શૂટે ચાર વિકેટ લીધી હતી અને જેસ જોન્સને ત્રણ વિકેટ લીધી હતી.
 
ભારતની વિકેટ આ રીતે પડીઃ
 
૧) શેફાલી વર્મા ૨ રને મેગનની બોલિંગમાં કીપર હેલી દ્વારા કેચ આઉટ થઇ હતી. (૨-૧)
 
૨) જેમિમાહ રોડ્રિગ્ઝ શૂન્ય રને જોનાસનની બોલિંગમાં મીડઓન પર કેચ આઉટ થઇ. (૮-૨)
 
૩) સ્મૃતિ મંધાના ૧૧ રને મોલિનક્સની બોલિંગમાં મીડ-ઓફ પર કેરીના હાથે કેચ આઉટ થઇ હતી. (૧૮-૩)
 
૪) હરમનપ્રીત કોર ૪ રને જોનસનની બોલિંગમાં ડીપમાં ગાર્ડનર દ્વારા કેચ આઉટ થઇ હતી. (૩૦-૪)
 
૫) વેદા કૃષ્ણમૂર્તિ ૧૯ રને કીમીન્સની બોલિંગમાં જોનાસન દ્વારા કેચ આઉટ થઇ હતી. (૫૮-૫)
 
૬) દીપ્તિ શર્મા ૩૩ રને કેરીની બોલિંગમાં લોન્ગ-ઓન પર મૂનિ દ્વારા કેચ આઉટ થઇ હતી. (૮૮-૬)
 
૭) શિખા પાંડે ૧ રને મેગનની બોલિંગમાં આઉટ થઇ. (૯૨-૭)
 
૮) રિચા ઘોષ ૧૮ રને શૂટની બોલિંગમાં મીડ વિકેટ પર કેરીના હાથે કેચ આઉટ થઇ. (૯૬-૮)
 
૯) રાધા યાદવ ૧ રને જોનસનની બોલિંગમાં મૂનિ દ્વારા કેચ આઉટ થઇ. (૯૭-૯)
 
૧૦) પૂનમ યાદવ ૧ રને શૂટની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર ગાર્ડનર દ્વારા કેચ આઉટ થઇ હતી. (૯૯-૧૦)
 
તાનિયા રિટાયર્ડ હર્ટ થઇઃ તાનિયા ૨ રને જોનસનની બોલિંગમાં સ્વીપ શોટ રમવા ગઈ હતી, બોલ તેના હેલ્મેટના જમણા ગ્રીલમાં વાગ્યો હતો.
 
ઓસ્ટ્રેલિયાએ  T-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં મેલબોર્ન ખાતે ભારતને ૧૮૫ રનનો લક્ષ્યાંક આપ્યો છે. એલિસા હેલી અને બેથ મૂનિએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે ૧૧૫ રન કર્યા હતા. હેલીએ ૩૦ બોલમાં કરિયરની ૧૨મી ફિફટી પૂરી કરી છે. તેની ૩૦ બોલમાં ફિફટી ICC  મેન્સ અને વુમન્સની કોઈપણ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ફાસ્ટેસ્ટ ફિફટી છે. તેણે ૩૯ બોલમાં ૭ ફોર અને ૫ સિક્સની મદદથી ૭૫ રન કર્યા હતા. મૂનિએ ૫૪ બોલમાં ૧૦ ફોર મદદથી ૭૮* રન કર્યા હતા.
 
ભારતની પ્લેઈંગ ૧૧ઃ શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્ઝ, હરમનપ્રીત કોર (કપ્તાન), વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તિ શર્મા, શિખા પાંડે, રાધા યાદવ, પૂનમ યાદવ અને રાજેશ્વરી ગાયકવાડ
 
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ૧૧ઃ એલિસા હેલી (વિકેટકીપર), બેથ મૂનિ, મેગ લેનિન્ગ (કપ્તાન), જેસ જોનાસન, એશ્લે ગાર્ડનર, રચેલ હાયન્સ, નિકોલા કેરી, સોફી મોલિનક્સ, ગોર્ગીયા વારેહમ, ડી કીમીન્સ અને મેગન શૂટ

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.