હેમંત સોરેનને જેલમાંથી મળી મુક્તિ, ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન; લોકોએ કર્યું સ્વાગત

ગુજરાત
ગુજરાત

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. EDએ હેમંત સોરેન પર રાંચીમાં સ્થિત જમીન અંગે કૌભાંડ કરવાનો આરોપ મૂક્યો હતો. શુક્રવારે કોર્ટે હેમંત સોરેનની જામીન અરજી પર બંને પક્ષોની દલીલો સાંભળી હતી, ત્યારબાદ હેમંત સોરેનની જામીન મંજૂર કરવામાં આવી હતી. હેમંત સોરેને 27 મેના રોજ ઝારખંડ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

તમને જણાવી દઈએ કે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. તેમજ હેમંત સોરેન પર 8.42 એકર જમીનના કૌભાંડનો આરોપ હતો. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહેલા ઝારખંડ હાઈકોર્ટના એડવોકેટ ધીરજ કુમારે કહ્યું, ‘આજે કોર્ટનો નિર્ણય આવ્યો છે, કોર્ટે હેમંત સોરેનને જામીન આપી દીધા છે. 13મી જૂને જ સુનાવણી પૂરી થઈ હતી, નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. જમીન કૌભાંડ કેસમાં જામીન પર છૂટ્યા બાદ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન રાંચીમાં તેમના ઘરે મીઠાઈ વહેંચવામાં આવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.