ઉપર વાસમાં સારા વરસાદ ના પગલે બનાસ નદીમાં આવ્યા નવા નીર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહે છે ઉપરવાસ માં ભારે વરસાદના પગલે રાજસ્થાન માંથી નીકળતી બનાસ નદી માં નવા નીર આવ્યા છે બનાસ નીર રાજેસ્થાન માંથી અમીરગઢ તાલુકાના આવલ ગામની સીમમાં પ્રવેશતા ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતમાં અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાત ઝોનમાં ઓછો વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે પરંતુ વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. તો બીજી તરફ રાજેસ્થાન ઉપર વાસમાં સારા વરસાદ ના પગલે બનાસકાંઠા ની જીવા દોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે રાજેસ્થાન ના આબુરોડ માવલ તેમજ ગુજરાત સરહદ પર આવેલ માવલ ગામ સીમા માં થી પસાર થતી બનાસ ના નીર પહોંચ્યા છે જોકે ઉત્તર ગુજરાત નો સૌથી લાંબો ચેક ડેમ અમીરગઢ બનાસ નદી પર બાંધવા માં આવ્યો છે જે નવા નીર ના પાણી ભરાયા બાદ ઈકબાલગઢ વિશ્વેશ્વર, પંચમુખી અને દાંતીવાડા ડેમ સુધી પહોંચશે જોકે અત્યારે નવા બનાસ ના નવા નીર રાજેસ્થાન માંથી ગુજરાત માં પ્રવેશ તા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.