ડીસામાં કાળા ડિબાંગ વાદળો છવાતા તેમજ ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા
ડીસા પંથકમાં બે દિવસ અગાઉ સામાન્ય છાંટા પડ્યા બાદ આજે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. રાજ્યભરમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બે દિવસ અગાઉ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી પરંતુ ડીસા પંથકમાં સાવ સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે ગુરુવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા તેમજ ભારે ગરમી અને બફારો રહેતા આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબકવાનો શરૂ થયો હતો. ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડતા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
Tags Banaskantha Deesa diyodar Palanpur