અમેરિકામાં કાળઝાળ ગરમીને કારણે ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનની પ્રતિમા ઓગળી ગઈ; ફોટા જુઓ…
આ દિવસોમાં અમેરિકામાં ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ઉનાળાની વચ્ચે વોશિંગ્ટન ડીસીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની છ ફૂટ ઊંચી મીણની પ્રતિમા પીગળી ગઈ છે. પીગળવાના કારણે લિંકનની પ્રતિમાનો આકાર સંપૂર્ણપણે બગડી ગયો છે.
મૂર્તિ ગરમી સહન ન કરી શકી
શનિવારે વોશિંગ્ટન ડીસીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું. મીણની પ્રતિમા ગરમી સહન ન કરી શકી અને પીગળી ગઈ હતી. આ પ્રતિમા અમેરિકન કલાકાર સેન્ડી વિલિયમ્સ IV દ્વારા બનાવવામાં આવી હતી. આ પ્રતિમા આ વર્ષે ફેબ્રુઆરીમાં નોર્થવેસ્ટ વોશિંગ્ટનમાં સ્કૂલ કેમ્પસની બહાર સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપિત કરનાર સંસ્થા કલ્ચરલ ડીસીએ જણાવ્યું હતું કે તે ગરમીમાં ઓગળી ગયા બાદ અમારા સ્ટાફે લિંકનનું માથું મેન્યુઅલી હટાવ્યું હતું જેથી તેને પડવા અને તૂટતા અટકાવી શકાય.