![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/modi-in.png)
યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ વખત રશિયા જશે PM મોદી, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત
ભારતીય અને રશિયન અધિકારીઓ જુલાઈની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લેવાની સંભાવના પર વિચાર કરી રહ્યા છે. રાજદ્વારી સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી હતી. વડાપ્રધાન મોદીની મુલાકાત જુલાઈમાં થઈ શકે છે. જો આ મુલાકાત થશે તો લગભગ પાંચ વર્ષમાં અને રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતીય વડાપ્રધાનની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદીએ સપ્ટેમ્બર 2019માં રશિયાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની સંભવિત મુલાકાતને લઈને ભારત તરફથી કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ મુલાકાત વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે આયોજન કરવામાં આવી રહી છે. રશિયન મીડિયાએ ક્રેમલિનના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પીએમ મોદીની રશિયા મુલાકાતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પુતિન 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા
અત્યાર સુધી, ભારત અને રશિયા વચ્ચે અનુક્રમે એકબીજાના દેશોમાં 21 વાર્ષિક સમિટ યોજાઈ છે. છેલ્લી સમિટ 6 ડિસેમ્બર, 2021ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. રાષ્ટ્રપતિ પુતિન સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.