અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં શપથ દરમિયાન લગાવ્યા ‘જય પેલેસ્ટાઈન’ના નારા

Other
Other

AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. મંગળવારે લોકસભામાં સાંસદ તરીકેના શપથ દરમિયાન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા બાદ સંસદમાં અને બહાર પણ હોબાળો થયો છે. 

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના શપથમાં જય પેલેસ્ટાઈન કહ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી લોકસભામાં પ્રેસિડિંગ ઓફિસર રાધા મોહન સિંહે અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું હતું. જો કે ઓવૈસીના આ નિવેદનનો વીડિયો હવે વાયરલ થયો છે.
વિડિયો લીંક:  https://twitter.com/i/status/1805542327479574679

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.