અમદાવાદમાં કારની ટક્કરે એક વ્યક્તિનું મોત, પાંચ ઘાયલ

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું થયું છે. જો કે, ઘટનાનો સીસીટીવી ફૂટેઝ પણ સામે આવી છે. અમદાવાદનાં વાડજમાં કારની ટક્કરે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અને આ ઘટનામાં પાંચ લોકો પણ ઘાયલ થયા છે.

આ ઘટનાણી વિડિયો સામે આવ્યો છે, જેમાં કાર ઝડપભેર જતી નજરે પડી રહી છે. ઘટના વાડજ પાસે આવેલા દશામાતાના મંદિર સામે થઇ હતી. જ્યાં એક વૃદ્ધ ચાલકે ત્રણ ટુ-વ્હીલર, એક રીક્ષાને ટક્કર મારી અને ત્યારબાદ એક મહિલા અને એક વ્યક્તિને ટક્કર મારી હતી.

કારની ટક્કરે ત્રણ પુરુષ અને ત્રણ મહિલા ઘાયલ થઇ હતી. જેમાં 55 વર્ષનાં ભોગીલાલ પરમારનું મોત થયું હતું. જો કે, ઘટનાબાદ આજુબાજુનાં લોકો આવી પહોચ્યા હતા અને કારચાલકને પોલીસને હવાલે કરી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.