નાણાં નીતિની : રકમના બદલે LTV સાથે જોડવામાં આવ્યું રિસ્ક, સસ્તી થશે લોન : RBIની પહેલ

Business
Business

ભારતીય રિઝર્વ બેન્કે નાણાં નીતિની સમીક્ષા દરમિયાન ભલે વ્યાજદરોમાં ઘટાડો ન કર્યો હોય પરંતુ તેમણે અન્ય વિકલ્પો દ્વારા હોમ લોનના દરમાં ઘટાડો કરવાનો ઉપાય કરી દીધો છે. રિઝર્વ બેન્કે 31 માર્ચ 2022 સુધી મંજૂર થનારી દરેક નવી હાઉસિંગ લોન માટે રિસ્ક વેટેજને લોનની રકમના બદલે એલટીવી રેશિયો સાથે જોડી દીધી છે. જેનાથી બેન્કોને લોન આપતા સમયે ઓછી રકમ રિઝર્વમાં રાખવાની રહેશે અને તેઓ વધુ લોન આપી શકશે. એટલું જ નહિં તેનાથી હોમ લોનના દરો પણ ઘટશે.

કેન્દ્રિય બેન્કના નવા આદેશ અનુસાર નવા હાઉસિંગ લોન પર જ્યાં એલટીવી 80 ટકા છે જ્યાં 35 ટકા રિસ્ક વેટ લાગુ પડશે. ભલે લોનની રકમ 75 લાખથી વધુ કેમ ન હોય. આ રીતે 50 ટકા એલટીવી એવી લોન પર લાગુ થશે જ્યાં એલટીવી 80 થી 90ની વચ્ચે હશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પગલાથી બેન્કો દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટરને પૂરી પાડવામાં આવતી લોનમાં તેજી આવશે જે કોરોનાકાળમાં આર્થિક ગતિવિધિઓને પાટા પર લાવવા માટે આવશ્યક છે. રિયલ એસ્ટેટ સેક્ટર દેશમાં રોજગારી પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટર અન્ય ઉદ્યોગો સાથે જોડાયેલ છે. નોટિફિકેશન અનુસાર આવી લોન પર 0.25 ટકાના સ્ટાન્ડર્ડ એસેટ પ્રોવિઝન પહેલાની રીતે યથાવત રહેશે.

પ્રોપર્ટી કંસલ્ટન્સી ફર્મ એનારોકના ચેરમેન અનુજ પુરીએ કહ્યું રિસ્ક વેટેજને એલટીવી સાથે જોડવાથી બેન્કોની પાસે લોન પૂરી પાડવા માટે વધારાની રકમ ઉપલબ્ધ રહેશે. જેનાથી તેઓને લોનના દરોમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે. જોકે, બેન્કોને વધુ લોન આપવી પડશે. આવામાં આકર્ષક વ્યાજદરો પર હોમ લોન મળવી સંભવ થશે. જ્યારે બેન્ક બજાર ડોટ કોમના સીઇઓ આદિલ શેટ્ટીએ કહ્યું કે પહેલા રિસ્ક વેટેજને પ્રોપર્ટીના મૂલ્ય અને એલટીવી સાથે જોડવામાં આવે છે પરંતુ હવે રિસ્ક વેટેજને માત્ર એલટીવી સાથે જોડવામાં આવ્યું છે. આ રિયલ એસ્ટેટ ખાસકરીને મોંઘી પ્રોપર્ટી માટે એક સારૂ પગલું છે. જેની માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એલટીવી રેશિયો લેનારી હોમ લોન પર પ્રોપર્ટીના મૂલ્યનું માપ છે. જે લેનાર હોમ લોન સાથે તેની પ્રોપર્ટીના મૂલ્યની તુલના કરવામાં આવે છે જેને વ્યક્તિ ખરીદવા ઇચ્છે છે. બેન્ક અથવા નાણાંકિય સંસ્થાઓ સામાન્ય રીતે એલટીવીનો ઉપયોગ એ નક્કી કરવા માટે કરે છે કે લોન કેટલી જોખમી છે અને શું આને મંજૂર કરવી જોઇએ કે નહિં ? ઉપરાંત અન્ય કોઇ મકાનની કિંમત એક કરોડ છે તો તેને ખરીદવા માટે 75 લાખ રૂપિયાની લોન લેવામાં આવી રહી છે તો એલટીવી 75 ટકા રહેશે.

દરેક આપવામાં આવનાર લોન માટે બેન્કોને લોનના અમુક ટકા અલગથી રિઝર્વમાં રાખવા પડે છે. આવું સોલ્વેંસીને ચાલુ રાખવા માટે કરવામાં આવે છે આ જ રિસ્ક વેટેજ હોય છે. લોનની સાથે જેટલું વધુ જોખમ હોય છે વેટેજ એટલું જ વધુ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.