સાબરકાંઠા : અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટા, 24 કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ
ખેડબ્રહ્મામાં પોણો એક ઇંચ અને વિજયનગર 3 મીમી વરસાદ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો, સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે આઠમાંથી બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ અંગે જિલ્લા ડિજાસ્ટર વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો સવારે બે કલાક દરમિયાન ખેડબ્રહ્મા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. જ્યારે વિજયનગરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ચાર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઇડરમાં અડધો ઇંચથી વધુ નોંધાયો હતો. જ્યારે વિજયનગર, વડાલી અને પોશીનામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટા પડવાને લઈને ઠંડક પ્રસરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ વરસાદ
વિજયનગર 05 મિમી
વડાલી 05 મિમી
ઇડર 10 મિમી
પોશીનામાં 06 મિમી
સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6થી 8માં નોંધાયેલ વરસાદ
ખેડબ્રહ્મા 23 મીમી
વિજયનગરમાં 03 મીમી