મલાણા ગામમાં 11 દબાણદારો ને નોટિસ ફટકારાઈ : અરજદાર દ્વારા મુખ્યમંત્રી ઓનલાઈન સુધી ફરિયાદ
નોટિસ આપવા છતાં દબાણ દૂર ન થતા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરાશે: પાલનપુર તાલુકાના મલાણા ગામમાં એક અરજદાર દ્વારા તાલુકા, જિલ્લા તેમજ મુખ્યમંત્રી સુધી દબાણ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા 11 દબાણદારોને નોટિસ આપી દબાણ ખુલ્લુ કરવા જાણ કરાઇ હતી. પરંતુ દબાણ દૂર કરવામાં ન આવતા આગામી દિવસોમાં પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ ખુલ્લું કરવામાં આવશે.
પાલનપુર તાલુકાના ગામડાઓમાં કેટલીક જગ્યા પર રહીશો દ્વારા દબાણો કરવામાં આવતા હોય છે. જેના પગલે અરજદારોની ફરિયાદ ના આધારે દબાણ ખુલ્લું કરવામાં આવતું હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના મલાણા ગામે એક અરજદાર દ્વારા એક વર્ષના સમયગાળા દરમિયાન મલાણા ગામમાંથી દબાણ દૂર કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં દબાણ દૂર કરવા બાબતે નિર્ણય લેવાયો હતો.
જેથી ગ્રામ પંચાયત દ્વારા પાલનપુર તાલુકાના મલાણા ગામના 11 દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. ત્રણ નોટિસ આપવા છતાં દબાણ કારો દ્વારા સ્વેચ્છાએ દબાણ ખુલ્લું કરવામાં આવ્યું ન હતું જેથી આગામી 25 જૂન 2024 ના રોજ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ પ્રોટેક્શન માગી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ગ્રામ પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.
Tags Banaskantha Deesa Dhanera Palanpur