ડીસાના ભાચલવા ગામમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં ગઈકાલે સાંજ ભયજનક સાબિત થઈ હતી. અચાનક વાવાઝોડાના કારણે અનેક ઘરોના છાપરા ઉડી જવા પામ્યા હતા. તો અનેક જગ્યાએ તબેલાના શેડ ઉડતા નુકસાન થયું હતું. ખાસ કરીને  ભાચલવા ભારે તારાજી સર્જાઈ હતી. જ્યાં પશુઓના શેડ, ઘરના પતરા, તેમજ નુકસાન થયું છે. ગામડાઓમાં  લોકોના ઘરના છાપરા ઉડી જતા પરિવારોએ ભયમાં રાત ગુજારી હતી. ત્યારે ઘર વખરી પલળી જતા મોટુ નુકસાન થયું હતું. જોકે સતત ચાલેલા વાવાઝોડાના કારણે મોટુ નુકસાન થવા પામ્યું હતું. જોકે વાવાઝોડાના સમયે મોબાઈલ નેટવર્ક બંધ થઈ જતા અનેક લોકો ચિંતામાં મુકાયા હતા.

અસરગ્રસ્ત લોકોએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે અચાનક એકદમ ફુલ ૫વન સાથે વાવાઝોડું અને આધી શરૂ થઈ ગયું હતું.  ડીસા તાલુકાના ભાચલવા ગામે રાત્રે દરમિયાન ભારે પવન સાથે વરસાદના પગલે ખેડૂતોના મકાનના પતરા ઉડી જતાં દોડધામ મચી.

ડીસાના ધારાસભ્ય સહિત તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળપહોંચી તપાસ હાથ ધરી

સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાની હતી તે ચોમાસાની શરૂઆત હવે થઈ ચૂકી છે ત્યારે ગઈ રાત્રે દરમિયાન ડીસા તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો હતો.. ડીસા તાલુકાના અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક ગામોમાં નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ભાચલવા ગામે ખેતરમાં રહેતા અનેક ખેડૂતોના ઘરના પતરા અને નેવા ઉડી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. જેને લઇને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને તાલુકા વિકાસ અધિકારીને જાણકારી મળતા ભાચરવા ગામે પહોંચ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.